યુટ્યુબ પર 12 કલાકમાં 1 કરોડ સબસ્ક્રાઈબર બાદ હવે રોનાલ્ડોએ બનાવ્યો વધુ એક રોકોર્ડ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક અઠવાડિયા પહેલા યુટ્યુબ પર એન્ટ્રી કરી હતી. એ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક અઠવાડિયા પહેલા યુટ્યુબ પર એન્ટ્રી કરી હતી. એન્ટ્રી કર્તાની સાથે જ તેણે હલચલ મચાવી દીધી હતી. 12 કલાકની અંદર, 1 કરોડ સબસ્ક્રાઇબર્સ તેની ચેનલ સાથે જોડાયા અને એક નવો ઇતિહાસ રચ્યો. હવે એક અઠવાડિયા પછી ફરી તેણે નવો રેકોર્ડ બનાવ્યો છે.
પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની લોકપ્રિયતા દુનિયાભરના દિગ્ગજોને માત આપી રહી છે. તે પહેલાથી જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કિંગ હતો અને હવે તેણે યુટ્યુબ પર એવી ધૂમ મચાવી છે કે દરેકને આશ્ચર્ય થયું છે. યુટ્યુબ પર આવતાની સાથે જ તેણે પહેલા જ દિવસે સબસ્ક્રાઈબર્સના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
ત્રણેય બટન અડધા દિવસમાં મળી ગયા
જ્યારે રોનાલ્ડોએ યુટ્યુબ પર તેની ચેનલ શરૂ કરી, ત્યારે અડધા દિવસમાં તેને યુટ્યુબ તરફથી સિલ્વર બટન, પછી ગોલ્ડન બટન અને છેલ્લે 10 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ પૂર્ણ કર્યા પછી ડાયમંડ બટન મળ્યું હતું.
એક અઠવાડિયામાં ઘણા બધા સબ્સ્ક્રાઇબર્સ
આ દિગ્ગજ ફૂટબોલરે એક અઠવાડિયામાં જ યુટ્યુબ પર વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 7 દિવસમાં તેને 50 મિલિયન (5 કરોડ) સબસ્ક્રાઇબર્સ મળી ગયા છે. આટલી ઝડપે આ રેકોર્ડ હાંસલ કરનાર તે પ્રથમ વ્યક્તિ બની ગયો છે.
સૌથી વધુ YouTube સબ્સ્ક્રાઇબર્સ કોની પાસે છે?
અમેરિકન ઈન્ટરનેટ વ્યક્તિત્વ અને વિડીયોગ્રાફર જિમી ડોનાલ્ડસન, જેને મિસ્ટર બીસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિશ્વમાં યુટ્યુબ પર સૌથી વધુ 312 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે. પરંતુ અહીં રોનાલ્ડોની સ્પીડ જોઈને લાગે છે કે મિસ્ટર બીસ્ટનો રેકોર્ડ ટૂંક સમયમાં તૂટી જવાનો છે.
દરેક વીડિયો પર મિલિયન વ્યૂ
જ્યારથી રોનાલ્ડોએ યુટ્યુબ પર તેની ચેનલ ખોલી છે, ત્યારથી તેણે પોસ્ટ કરેલા કોઈપણ વીડીયો અને ટૂંકા વીડીયોના વ્યુઝ 1 મિલિયનથી નીચે નથી. તેના બાળકોને ગોલ્ડ બટન ગિફ્ટ કરવાનો તેનો વીડિયો એકલા 45 મિલિયન વ્યૂના આંકડા સુધી પહોંચી ગયો છે.








