મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

માત્ર 30 દિવસમાં આટલા હજાર વેચાણી આ કંપનીની પાવરફુલ બાઇક 

જાપાનની ટુ-વ્હીલર પેટાકંપની, સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (SMIPL)એ નવેમ્બર 2024 માટે તેના વેચાણના આંકડા જાહેર

માત્ર 30 દિવસમાં આટલા હજાર વેચાણી આ કંપનીની પાવરફુલ બાઇક 

જાપાનની ટુ-વ્હીલર પેટાકંપની, સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (SMIPL)એ નવેમ્બર 2024 માટે તેના વેચાણના આંકડા જાહેર કર્યા છે. વેચાણ અહેવાલ મુજબ, સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ નવેમ્બર 2024માં 94,370 યુનિટના વેચાણ સાથે 8%ની વૃદ્ધિ નોંધાવી છે. અહીં જાણો આ અંગે વિગતવાર...

આ પણ વાંચો: જલદી કરો! આ SUV ખરીદવા પર કંપની આપી રહી છે 12 લાખનું ડિસ્કાઉન્ટ

કુલ 94,370 યુનિટનું વેચાણ

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા કંપનીએ નવેમ્બર 2023માં વેચાયેલા 87,096 એકમોની સરખામણીમાં 8%ની વૃદ્ધિ નોંધાવતા 94,370 એકમોનું કુલ વેચાણ હાંસલ કર્યું છે.

સ્થાનિક બજારમાં કેટલું વેચાણ

સ્થાનિક બજારમાં સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (SMIPL)એ 78,333 એકમોનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં વેચાયેલા 73,135 એકમોની સરખામણીમાં 7%ની વૃદ્ધિ નોંધાવી છે.

કંપનીની નિકાસમાં વધારો

કંપનીની નિકાસ વિશે વાત કરીએ તો ગયા મહિને સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ નવેમ્બર 2024માં 15%ની વૃદ્ધિ નોંધાવી હતી. નવેમ્બર 2023માં નિકાસ કરાયેલા 13,961 એકમોની સરખામણીએ કંપનીએ આંતરરાષ્ટ્રીય બજારોમાં 16,037 એકમોનું વેચાણ કર્યું હતું.

કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટે શું કહ્યું?

કંપનીની કામગીરી અંગે ટિપ્પણી કરતા સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ, માર્કેટિંગ અને સર્વિસ) દેવાશિષ હાંડાએ જણાવ્યું હતું કે ટુ-વ્હીલર્સમાં સુઝુકીની વેચાણ વૃદ્ધિ ગ્રાહકના વિશ્વાસને રેખાંકિત કરે છે. આ સિદ્ધિ અમારા ગ્રાહક-કેન્દ્રિત અભિગમની સફળતાને પણ દર્શાવે છે. અને અમારી ટીમ ભાગીદારો અને ડીલર નેટવર્કના અતૂટ સમર્પણને પણ પ્રતિબિંબિત કરે છે. અમે ઉદ્યોગમાં અમારી હાજરીને વધું મજબૂત બનાવી રહ્યા છીએ.

આ સમાચાર શેર કરો