મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ઇન્સ્ટાગ્રામમાં ટૂંક સમયમાં આવશે મોટું અપડેટ, જે તમારા માટે લાવશે નવું પ્રોફાઇલ લેઆઉટ

ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં હવે બદલાવ થવા જઈ રહ્યો છે. પ્રોફાઇલમાં જે ગ

ઇન્સ્ટાગ્રામમાં ટૂંક સમયમાં આવશે મોટું અપડેટ, જે તમારા માટે લાવશે નવું પ્રોફાઇલ લેઆઉટ

ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં હવે બદલાવ થવા જઈ રહ્યો છે. પ્રોફાઇલમાં જે ગ્રીડ આવે છે જેમાં ફોટો અને રીલ્સ દેખાય છે એનું લેઆઉટ હવે ચેન્જ થવા જઈ રહ્યું છે. આ માટે હાલમાં વર્ટિકલ ગ્રીડ ડિસ્પ્લે માટે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામમાં હાલમાં પ્રોફાઇલમાં સ્ક્વેરમાં ફોટો જોવા મળે છે. જોકે એનો શેપ હવે બદલાવા જઈ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં આ ટેસ્ટિંગ કેટલાક યુઝર સાથે મળીને કરવામાં આવ્યું છે. એક યુઝર દ્વારા તેની પ્રોફાઇલનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો હતો. આ પ્રોફાઇલમાં જોવા મળી રહ્યું છે કે રીલ્સના થમ્બનેલ જે સાઇઝના હતા એ જ સાઇઝના હવે ફોટોના થમ્બનેલ પણ થઈ રહ્યાં છે.

એક રીતે જોવા જઈએ તો આ સ્ટાઇલ પહેલેથી રીલ્સ સેક્શનમાં હતી, જેને હવે પોસ્ટ સેક્શનમાં લાવવામાં આવી રહી છે. એટલે કે દરેક ફોટો અને વીડિયો એક જ સ્ટાઇલના જોવા મળશે. ઇન્સ્ટાગ્રામના ચીફ એડમ મોસેરી દ્વારા હાલમાં જ એ જાહેરાત કરવામાં આવી છે આ ફોર્મેટ બહુ જલદી દરેક યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.

શું પ્રોબ્લેમ થઈ રહ્યો હતો?

ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી ફોટો શેર કરવા માટે એને સ્ક્વેરમાં જ રાખવામાં આવતો હતો. આથી ફોટો માટે 4:3 રેશિયોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઘણાં ફોટોને અપલોડ કરવા માટે એડિટ પણ કરવા પડતાં હતાં એટલે કે રીસાઇઝ કરવા પડતાં હતાં. જોકે હવે એ સમસ્યાનો નિરાકરણ આવી રહ્યું છે.

કેમ આ પરિવર્તન કરવું પડ્યું?

ઇન્સ્ટાગ્રામની શરૂઆત જ્યારે થઈ હતી ત્યારે લેન્ડસ્કેપ ફોટોગ્રાફીનો જમાનો હતો. એ સમયે ફોટો સ્કવેર સાઇઝમાં હતા. જોકે આજે જમાનો બદલાઈ ગયો છે. મોટાભાગના યુઝર્સ પ્રોફેશનલ કેમેરાની જગ્યાએ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. તેમના ફોટો અને વીડિયો બન્ને 9:16 રેશિયોના હોય છે. તેમ જ ઇન્સ્ટાગ્રામ પર આજે જે પણ શેર કરવામાં આવી રહ્યું છે એની મેજોરિટી વર્ટિકલ સાઇઝમાં હોય છે. આથી પોસ્ટ માટે પણ હવે બદલાવ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો