મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

દેશના 71 ટકા બાળકોને સ્માર્ટફોનની લત, માતાપિતા પણ નથી પાછળ; સંશોધનમાં ચોંકાવનારા ખુલાસા

દેશના 76 ટકા બાળકો તો 84 ટકા માતા-પિતા એકબીજા સાથે વધુને વધુ સમય વ્યતીત કરવા માંગે છે, પરં

દેશના 71 ટકા બાળકોને સ્માર્ટફોનની લત, માતાપિતા પણ નથી પાછળ; સંશોધનમાં ચોંકાવનારા ખુલાસા

દેશના 76 ટકા બાળકો તો 84 ટકા માતા-પિતા એકબીજા સાથે વધુને વધુ સમય વ્યતીત કરવા માંગે છે, પરંતુ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા એપ તેમને તેમ કરવાની છૂટ આપતા નથી. તેથી જ 94 ટકા બાળકો ઇચ્છે કે માતા-પિતાના સ્માર્ટફોનમાં કોલિંગ, કેમેરા અને મેસેજિંગ એમ ત્રણ જ ફીચર હોવા જોઈએ. બાળકો ઇચ્છતા નથી કે માતા-પિતા ફોનમાં સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ અને ગેમિંગ એપની સગવડ હોય. 

બાળકો સ્માર્ટફોનના લીધે કુટુંબ સાથે સાર્થક સંબંધો બનાવી શકતા નથી

બીજી બાજુએ 75 ટકા  માતા-પિતા પણ તે બાબતને લઈને ચિંતિત છે કે તેમના બાળકો સ્માર્ટફોનના લીધે કુટુંબ સાથે સાર્થક સંબંધો બનાવી શકતા નથી. આશ્ચર્યની વાત એ છે કે બંને બાજુએ આ પ્રકારના ઈમોશનલ બોન્ડિંગની જરુરિયાત છતા બંનેમાંથી એકપણ સ્માર્ટફોનની આદત છોડવા તૈયાર નથી. એક સ્માર્ટફોન ઉત્પાદક અને સાઇબર મીડિયા રિસર્ચ તરફથી માતા-પિતા અને બાળકોના સંબંધો પર સ્માર્ટફોનની અસર સંલગ્ન અભ્યાસમાં આ ખુલાસો થયો છે. 

માતા-પિતા રોજના પાંચ કલાકથી સ્માર્ટફોનમા વિતાવે છે

સર્વેના અહેવાલ મુજબ, માતા-પિતા રોજના પાંચ કલાકથી વધારે તો બાળક રોજના ચાર કલાકથી વધારે સમય સ્માર્ટફોન પર કાઢે છે. બંને તેમાં મોટાભાગનો સમય સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ એપ પર વીતાવે છે. દેશના 6 શહેરોમાં કરાયેલા સર્વેમાં 76 ટકા માતા-પિતા તો 71 ટકા બાળકોએ સર્વે દરમિયાન તે માન્યું છે કે તે સ્માર્ટફોન વગર રહી શકતા નથી. 

64 ટકા બાળક તો માને છે સ્માર્ટફોનની ખરાબ લત તેને લાગી ચૂકી છે. 60 ટકાએ તો જણાવ્યું હતું કે જો તેમના મિત્ર સોશિયલ મીડિયા એપ પરથી હટી જાય છે તો તે સોશિયલ મીડિયા એપનો ઉપયોગ છોડી શકે છે. ત્રણમાંથી એક બાળકે જણાવ્યું છે કે, 'આ સોશિયલ મીડિયા એપની તો શોધ જ થવી જોઈતી ન હતી.' કંપનીના કોર્પોરેટ સ્ટ્રેટેજી હેડે જણાવ્યું હતું કે, 'ટેકનોલોજીનો ઉપયોગ સકારાત્મક ફેરફાર અને જીવનને સરળ બનાવવા માટે હોવો જોઈએ, પરંતુ સ્માર્ટફોન વાસ્તવિક જીવનમાં સંબંધોમાં મોટો અવરોધ પેદા કરી શકે છે.'

આ સમાચાર શેર કરો