એક ફોનમાં બે WhatsApp એકાઉન્ટ વાપરી શકાય? WhatsAppની 7 hidden Tricks
સોશિયલ મીડિયા એપ WhatsAppનો હવે દરેક લોકો ઉપયોગ કરી રહ્યાં છે. WhatsAppનો માત્ર લોકો મેસેજ સેન્ડ કરવા અને કોઇની સાથે વીડિયો કોલ

સોશિયલ મીડિયા એપ WhatsAppનો હવે દરેક લોકો ઉપયોગ કરી રહ્યાં છે. WhatsAppનો માત્ર લોકો મેસેજ સેન્ડ કરવા અને કોઇની સાથે વીડિયો કોલ પર વાત કરવા માટે જ ઉપયોગ કરે છે. આ સોશિયલ મીડિયા એપ્સ વાપરતા WhatsApp યૂઝર્સને અમે એવી કેટલીક hidden Tricks વિશે જણાવી રહ્યાં છીએ જેને જોઇને તમે કહેશો કે આ પહેલા ખબર હોત તો કામ કેટલું આસાન બની ગયું હોત...
1. તરત જ મેસેજ મોકલો
કોન્ટેક્ટને સાચવવા અથવા ઉમેરવાની જરૂર નથી.
નંબર દાખલ કરો, દેશ પસંદ કરો અને પછી સેન્ડ કરો
2. મેસેજ એડિટ કરો
હવે તમારે ટાઇપો ડિલીટ કરવાની જરૂર નથી.
ફક્ત તમે પહેલાથી જ મોકલેલા મેસેજને એડિટ કરી શકો છો.
3. તમારી WhatsApp ચેટને લોક કરો
તમારા ફોનમાં પાસ કોડ, ફેસ આઇડી અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને ચેટ કરવા માટે વધારાની પ્રાઇવેસી ઉમેરો.
4. ડિલેટ થયેલો મેસેજ આ રીતે પરત મેળવો
ભૂલથી કોઇ મેસેજ ડિલેટ થઇ જાય તો?
તમે તેને સરળતાથી તેને પરત મેળવી શકો છો, ભલે તમે તેને દરેક માટે ડિલેટ કરવા માંગતા હોય તો પણ.
5. શું એક ફોનમાં બે WhatsApp એકાઉન્ટ વાપરી શકાય?
અલગ અલગ નંબરવાળા બે WhatsApp એકાઉન્ટ વાપરી શકાય છે.
તે તમારા પર્સનલ અથવા પ્રોફેશનલ એકાઉન્ટને મેનેજ કરવાની મંજૂરી આપે છે.
6. તમારા ચેટની બેકઅપ હિસ્ટ્રી મેળવો
WhatsApp સેટિંગના ઓપ્શનમાં જાવો, ચેટ્સ પર સિલેક્ટ કરો, તે પછી ચેટ બેકઅપના ઓપ્શન પર ક્લિક કરો.
7.WhatsAppની અંદર AIનો ઉપયોગ કરો
મેટા AIને એક પ્રશ્ન પૂછો
ટાઇપ કરવાનું શરૂ કરો અને સૂચન મેળવો, અથવા પુરો પ્રશ્ન લખો.
સ્પોર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ અથવા વર્તમાન ઘટનાઓ વિશે જવાાબ મેળવી શકો છો.








