Video: ધ્રાંગધ્રામાં યુવકની નજીવી બાબતે હત્યા, 2 જણા ઝડપાયા

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં યુવકની નજીવી બાબતે હત્યા કરી હોવાની ઘટનામાં પોલીસે તપાસ કરતા બે આરોપીની અટકાય

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં યુવકની નજીવી બાબતે હત્યા કરી હોવાની ઘટનામાં પોલીસે તપાસ કરતા બે આરોપીની અટકાયત કરી છે. પરિવાર સાથે અગાઉનું મન દુઃખ અને સામન્ય બોલાચાલીમાં ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. જેમાં 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે જ્યારે એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

ધ્રાંગધ્રામાં ગત મોડી રાત્રે પરિવાર પર હુમલો કર્યો હતો. યુવકને તું સુરેન્દ્રનગર કેમ જાય છે તેમ કહીને બોલાચાલી કરી હતી. ત્યાર બાદ તેની હત્યા કરી નાંખી હતી. હત્યારા ઉદય વ્યાસ અને પાર્થિવ વ્યાસની પોલીસે અટકાયત કરીને હત્યામાં વપરાશ થયેલા શસ્ત્રો પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં LCB તેમજ SOG સહિતની પોલીસની ટીમો તપાસમાં જોડાઈ છે. બંને આરોપીની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત