મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાઈક સાઈડમાં રાખવાનું કહેતા ઉશ્કેરાયો યુવક, પાનપાર્લર માલિકને ધોઈ નાંખ્યો

મહેસાણાના અંબાસણ ગામે પાન પાર્લરના માલિક સાથે ગ્રાહકે કરેલી મારામારીના CCTV સામે આવ્યા છે. પાનપાર્લર સામે રસ્તા વચ્ચે

મહેસાણાના અંબાસણ ગામે પાન પાર્લરના માલિક સાથે  ગ્રાહકે કરેલી મારામારીના CCTV સામે આવ્યા છે. પાનપાર્લર સામે રસ્તા વચ્ચે બાઈક પાર્કિંગ કરીને યુવક સિગારેટ પીતો હતો. મહેસાણાના અંબાસણ ગામે પાનપાર્લર માલિક સનદ પટેલે ટોકતાં તે ઉશ્કેરાઈ ગયો અને પાનપાર્લર માલિક ઉપર હુમલો કરી દીધો હતો. 

અંબાસણમાં પાનપાર્લરની સામે રસ્તા વચ્ચે બાઇક પાર્ક કરી સિગારેટ પીતા યુવકને ટોકતા તેણે ધમાલ મચાવી હતી. બાઇક રોડની સાઈડમાં મૂકવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવકે પાર્લર પર ધમાલ કરી હતી. ધોકા, સ્ટીલના ટેબલ અને ગડદા પાટુથી માર્યા હતા. પાર્લર માલિક સનદ પટેલે ઠાકોર વૃષભ, ઠાકોર સુહાગ, ઠાકોર આશિકજી, ઠાકોર મીત વિરુદ્ધ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. લાંઘણજ પોલીસે ગુનો નોંધતા કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો