VIDEO: ડીસામાં જૂની અદાવતમાં યુવક પર હુમલો, અસામાજિક તત્વોએ મોંઘીદાટ કાર સળગાવી નાખી
બનાસકાંઠાના ડીસામાં જૂની અદાવતમાં યુવક પર હુમલો કરી તેની થાર કાર સળગાવવા
બનાસકાંઠાના ડીસામાં જૂની અદાવતમાં યુવક પર હુમલો કરી તેની થાર કાર સળગાવવાની સનસનાટીભરી ઘટના બની છે. ચંદ્રલોક રોડ પર રાહુલ ઉર્ફે ભંડો ઠાકોર અને તેના સાથીઓએ વિજય વાઘેલાને આંતરી માર માર્યો હતો અને બાદમાં ગાડીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં કાર, રોકડ અને આઈફોન મળી કુલ ₹13.12 લાખનું નુકસાન થયું છે. ડીસા દક્ષિણ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જાહેરમાં થયેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે.


