VIDEO: ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં અંતરિયાળ વિસ્તારનું આ કેન્દ્ર સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને
બનાસકાંઠાના અંબાજી નજીક આવેલા કુંભારિયા કેન્દ્રએ
બનાસકાંઠાના અંબાજી નજીક આવેલા કુંભારિયા કેન્દ્રએ શિક્ષણ જગતમાં ફરી એકવાર ડંકો વગાડ્યો છે. માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં કુંભારિયા કેન્દ્ર 98.62% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં અવ્વલ રહ્યું છે. નોંધનીય છે કે આ કેન્દ્રએ સફળતાની હેટ્રિક સર્જી છે. વર્ષ 2023 અને 2024 બાદ હવે 2026 માં પણ કુંભારિયા કેન્દ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને રહ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિને પગલે શાળા પરિવાર અને સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે. પરિણામ જાહેર થતા જ શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એકબીજાના મોઢા મીઠા કરાવી વિજયોત્સવ મનાવ્યો હતો. શિસ્તબદ્ધ વાતાવરણ અને શિક્ષકોની મહેનતને આ સફળતાનું શ્રેય આપવામાં આવી રહ્યું છે. અંતરિયાળ વિસ્તાર હોવા છતાં કુંભારિયા કેન્દ્રે સતત ત્રીજી વાર પ્રથમ આવીને રાજ્યમાં એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે.

