મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં સાપ સાથે મસ્તી યુવકને પડી ભારે, ડંખ મારતા યુવક અને સાપની થઇ આવી હાલત

નવસારી: સાપ સાથે રમવાનું યુવકને ભારે પડ્યું છે. નવસારી નજીક કસબા ગામે એક યુવક પોતાના ગળામાં સાપ વીંટાળી ફરી રહ્

નવસારી: સાપ સાથે રમવાનું યુવકને ભારે પડ્યું છે. નવસારી નજીક કસબા ગામે એક યુવક પોતાના ગળામાં સાપ વીંટાળી ફરી રહ્યો હતો. લોકોએ તેને સાપ છોડી દેવા માટે કહ્યું પરંતુ યુવક સાપ સાથે મસ્તી કરતો હતો.

મળતી માહિતી મુજબ, સાપ સાથે મસ્તી કરતો યુવક માનસિક અસ્થિર છે અને તે મરેલા સાપ સાથે મસ્તી કરતો હતો. જો કે મસ્તી દરમિયાન અચાનક યુવક સાપથી ડરી જતા બેભાન થઇ ગયો હતો. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

આ સમાચાર શેર કરો