VIDEO:તિલકવાડાની અશ્વિન નદીના ધમસમસતા પાણીમાં પિક અપ ગાડી સાથે યુવક તણાયો
ઉપરવાસ માં પડી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લામાંથી પસાર થતી અશ્વિન ન

ઉપરવાસ માં પડી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લામાંથી પસાર થતી અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે નર્મદા જિલ્લાના રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદી ઉપર ખૂબ નીચી સપાટીનો કોઝવે આવેલ છે. આ કોઝવે ઉપરથી ગત રાત્રિના એક યુવક પોતાની પિક અપ ગાડી લઈ પસાર થતો હોય છે. ત્યારે નદીના ધસમસતા પાણીમા ગાડી સાથે ખેંચાયો હતો. બચાવો.. બચાવોની બૂમો સાંભળી સ્થાનિક લોકો નદી પાસે આવી પહોંચ્યા હતા.
એલર્ટ અપાયુ છે
સતત વરસાદને પગલે નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા, અશ્વિન અને મેણ નદીમાં હાલ પુરની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.ત્યારે ગત રોજ તિલકવાડા તાલુકાના રામપુરી અને પીછીપુરા વચ્ચે આવેલી અશ્વિન નદીમાં ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે હાલ ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે. બ્રિજ ઉપરથી ધસમસતા પાણી પસાર થઈ રહ્યા છે.
યુવકનું દિલધડક રેસ્ક્યું
ગત રોજ રાત્રિના રાજસ્થાનના ગંગાપુર જિલ્લાના દાતાસુતિ ગામનો રવિરાજ ફૂલમીના નામનો એક યુવક પોતાની પિક અપ ગાડી લઈ રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદી ના કોઝ વે ઉપરથી પસાર થતો હોય ત્યારે અશ્વિન નદીના ધસમસતા પાણીમાં પીક અપ ગાડી સાથે ખેંચાયો હતો. ઘટનાની જાણ થતાં જ તિલકવાડા PSI અને સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. SDRFની ટીમનો કોન્ટેક્ટ કરી કલાકોની ભારે મહેનત બાદ દિલધડક રેસ્ક્યુ કરીને યુવકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો છે.








