મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: "તમને તો જેલમાં જ સડવું પડશે! તેલંગાણામાં BRS MLC મધુ અને નવીન રેડ્ડીની ધરપકડ પર કોંગ્રેસ ધારાસભ્યના આકરા તેવર

ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના એમએલસી મધુ અને નવીન રેડ્ડીન

તસવીર: gstv

ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના એમએલસી મધુ અને નવીન રેડ્ડીની ધરપકડ બાદ તેલંગાણાનું રાજકારણ ગરમાયું છે. આ મામલે કૉંગ્રેસના ધારાસભ્ય માલરેડ્ડી રંગા રેડ્ડીએ BRS નેતાઓ સામે આકરી ભાષામાં પ્રહારો કર્યા હતા.

વિધાનસભામાં ઉપયોગમાં લેવાતી ભાષા અને નેતાઓના વર્તન પર નિશાન સાધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "તમને વિધાનસભામાં કેવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ તેનું પણ ભાન નથી. તમારા જેવા લોકોમાં જરાય અક્કલ નથી. આ પ્રકારનું બેફામ નિવેદન આપવાથી સીધા જેલના સળિયા પાછળ જ જવું પડે છે. તમને ફરી ક્યારેય વિધાનસભામાં પગ મૂકવાની તક પણ ન મળવી જોઈએ."

તેમણે ઉમેર્યું કે બંધારણીય ગરિમાનું પાલન કરવું દરેક લોકપ્રતિનિધિની ફરજ છે, પરંતુ BRS નેતાઓએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે, જેના કારણે તેમની સામે આ પ્રકારની કડક કાર્યવાહી અનિવાર્ય બની હતી.

આ સમાચાર શેર કરો