Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : why did the actor say this about people who rave about 'casting couch' in the industry!

Chitralok: "તમને ધારી સક્સેસ ન મળી એટલે...", એક્ટરે ઈન્ડસ્ટ્રીમાં 'કાસ્ટિંગ કાઉચ'ને લઈ રાવ કરતા લોકો વિશે કેમ આવું કહ્યું!

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: "તમને ધારી સક્સેસ ન મળી એટલે...", એક્ટરે ઈન્ડસ્ટ્રીમાં 'કાસ્ટિંગ કાઉચ'ને લઈ રાવ કરતા લોકો વિશે કેમ આવું કહ્યું!
સોર્સ : GSTV

દરેક ક્ષેત્રના પોતાનાં સારા-નરસાં પાસાં હોય છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પણ એમાં અપવાદ નથી. ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું દુષણ 'કાસ્ટિંગ કાઉચ' ગણી શકાય. અભિનેત્રીઓ (અને ક્યારેક અભિનેતા) પણ પોતે કાસ્ટિંગ કાઉચનો શિકાર બન્યાની ફરિયાદ અવારનવાર કરે છે. કાસ્ટિંગ કાઉચની ડિબેટમાં હવે ટીવી સીરિયલો, વેબસિરીઝ અને ફિલ્મોના જાણીતા એક્ટર રાજીવ ખંડેલવાલે ઝપલાવ્યું છે. આ સંબંધમાં વર્સેટાઈલ એક્ટરનો ઓપિનિયન  એટલા માટે વધુ મહત્ત્વનો બની જાય છે કે એ પોતે પણ કરીઅરની શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચુક્યો છે. સદ્ભાગ્યે, મિલીટરી ઓફિસરના પુત્રએ આવા ગંદા પ્રલોભનોમાં આવવાને બદલે પોતાના સિદ્ધાંતો પર કાયમ રહેવાનું પસંદ કર્યું. 

App Store

જયપુરનો વતની રાજીવ પોતાના અઢી દાયકાના અનુભવ પરથી જાણે છે કે બહારથી ઉજળી દેખાતી ગ્લેમરની દુનિયાની અંધારી બાજુ પણ છે. અહીં મોટાં માથાઓ ગણાતા લોકો પાવર પોલિટિક્સ રમે છે. તેઓ પોતાની મુનસફી પ્રમાણે કોઈને પણ ઊંચેથી નીચે પછાડી શકે છે. આઉટસાઇડર્સ અને ન્યુકમર્સનું સૌથી વધુ શોષણ થાય છે. કાસ્ટિંગ કાઉચના કડવો અનુભવ મોટાભાગે નવોદિતોએ જ કરવાનો આવે છે. રાજીવ પોતાની વાત નિખાલસપણે મુકતા કહે છે, 'અહીં જાતજાતના શોષણ છે પણ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન (જાતીય શોષણ)ની વાત કરીએ તો એના પર એક દશકથી બોલાતું આવ્યું છે. પરંતુ મને તો એનો ક્રાઈમ રેટ નીચે જતો હોય એવું ક્યાંય દેખાતું નથી. કદાચ એવું હોઈ શકે કે આજે એનું બહોળું રિપોર્ટિંગ થતું હોય અને મીડિયામાં એને આજ જેટલું કવરેજ ન મળતું હોય. મારે એમાં વધુ ઊંડા ઉતરવા બહારથી મુંબઈ આવેલા નવોદિતોને અને મહિલાઓને મલીને પૂછવું પડે કે તેઓ પોતે વધુ સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે ખરા? કે પછી તેમને પણ અમારી જેવી જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. હું તમને કહું કે અમારા સમયમાં માહોલ સાવ જુદો હતો. ઇન્ડસ્ટ્રીના આ વણલખ્યા નિયમો છે એવું માની લઈને કોઈ કાસ્ટિંગ કાઉચ વિશે હરફ પણ નહોતું ઉચ્ચારતું. ખેર! ઈન શોર્ટ આજની ન્યુઝ ચેનલો જોઈને અને ન્યુસપેપર્સ વાંચીને એટલું તો જરૂર કહી શકાય કે આ દુષણ જરાય ઓછું થયું નથી.'

એક અભ્યાસુ અને વિચારશીલ વ્યક્તિ તરીકે સમસ્યાના બીજા પાસા ઉપર આવતા હેન્ડસમ એક્ટર કહે છે, 'આ પ્રોબ્લેમને હું એક બીજા દ્રષ્ટિકોણથી પણ જોઉં છું. માણસ ક્યારેક નબળી પળે પોતાને અજુગતી માગણી કરનારને સોંપી દે એવું બની શકે. એ સમજી શકાય છે. પરંતુ એમાં એ ન ભૂલવું જોઈએ કે એક્ટરે આવી રીતે પોતાની જાત સોંપીને સહેલો રસ્તો પસંદ કર્યો છે. એણે બીજાઓની જેમ સંઘર્ષ કરવાને બદલે, લડવાને બદલે ઈઝી શોર્ટકટ પસંદ કર્યો છે.'

ઇન્ડસ્ટ્રીમાં એવા પણ કિસ્સા બન્યા છે કે કોઈ એકટ્રેસે વર્ષો બાદ પોતાનું શારીરિક શોષણ થયાની દાસ્તાન ઉખેળી હોય. એ વિશે પોતાનો નિર્ભીક મત આપતા આખા બોલો અભિનેતા કહે છે, 'હું કોઈને ઉતારી પાડવા નથી માંગતો પરંતુ તમે જ્યારે પણ કોઈની એવી રાવ સાંભળો કે ૧૫ વર્ષ પહેલા રોલ્સ આપવા સામે મારું જાતીય શોષણ કરાયું હતું. મારી સાથે વર્ષો સુધી દુર્વ્યવહાર થયો છે આવું સાંભળીને મારી જેવા કોઈને પણ એવો પ્રશ્ન થાય કે તમે વર્ષો સુધી એ શા માટે સહન કર્યું? એમાંથી તરત બહાર કેમ ન પડ્યા? કદાચ એટલા માટે કે તમારે સહેલા રસ્તે સફળતા જોઈતી હતી. પરંતુ તમને ધારી સક્સેસ ન મળી એટલે તમે એને શોષણ ગણાવો છો.'