Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Fake AI videos and photos circulated to undermine Dhurandhar's success, film's director appeals!

Chitralok: 'ધુરંધર'ની સફળતામાં ફાચર મારવા ફેક AI વીડિયો અને ફોટા ફરતા થયા, ફિલ્મના ડાયરેક્ટરે કરી અપીલ!

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: 'ધુરંધર'ની સફળતામાં ફાચર મારવા ફેક AI વીડિયો અને ફોટા ફરતા થયા, ફિલ્મના ડાયરેક્ટરે કરી અપીલ!
સોર્સ : GSTV

નવી માટે બીજાની સફળતા સહન કરવી મુશ્કેલ છે. એમાંય કોઈને સુપર-ડુપર સકસેસ મલે તો કેટલાકના મનમાં ઇર્ષ્યા સળવળે છે. ઇર્ષ્યા ભાવ એમને ફાચર મારવા પ્રેરે છે. આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર-૨' સાથે આવું જ બની રહ્યું છે. 'ધુરંધર'ની સિકવલ રિલિઝ થયા પહેલા અને પછી ધુમ મચાવી રહી છે. એણે એકલા સાથે બોક્સ ઓફિસના નવા રેકોર્ડસ લખી નાખ્યા છે. કેટલાક વિઘ્નસંતોષીને મૂવીની સુપર સફળતા આંખમાં કણાંની જેમ ખૂંચી રહી છે. એમણે એક ખાસ કોમની લાગણી દુભવવા અને ઉશ્કેરણી ફેલાવવા એઆઈની મદદથી વાંધાજનક વિડિયોજ બનાવી સોશ્યલ મીડિયા પર ફરતા કરી દીધા છે. આવી જ એક એઆઈ જનરેટેડ ઈમેજમાં 'ધુરંધર-૨'નો લીડ એક્ટર રણવીર સિંઘ શીખ જેવી પાઘડી  પહેરી સ્મોકિંગ કરતો નજરે પડે છે. આ વાત ફિલ્મના રાઇટર-ડિરેક્ટર આદિત્ય ધરના ધ્યાનમાં આવતા એમણે જરાય વિલંબ કર્યા વિના સોશ્યલ મીડિયા પર પોતાનો ખુલાસો મુકી દીધો. ધરે પોતાના નિવેદનમાં કહ્યું, મારા ધ્યાન પર આવ્યું છે કે અમુક વ્યક્તિઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજંસ (એઆઈ)નો ઉપયોગ કરી ખોટી અને ગેરમાર્ગે દોરનારી ઈમેજીસ બનાવી રહ્યા છે. એ માટે તેઓ ઓફિશ્યલી રિલિઝ કરાયેલી પ્રમોશન સામગ્રીને મોર્ફ કરી ઘાલમેલ કરીને બનાવેલા વીડિયો ફરતા કરી રહ્યા છે. આવી જ એક બનાવટી ઈમેજમાં હમઝાનું પાત્ર પાઘડી પહેરીને સિગારેટ ફુંકતુ દેખાય છે. ઉશ્કેરણી અને ભાંગફોડના ઇરાદા સાથેનું આ એક નિંદનીય કૃત્ય છે. મારી અહીં બહુ સ્પષ્ટપણે કહેવું છે કે મને શીખ સમુદાય પ્રત્યે ભારોભાર આદર છે. મારી ફિલ્મમાં શીખોનું નિરૂપણ સંપૂર્ણ સંવેદનશીલતા, સન્માન અને જવાબદારીપૂર્વક કરાયું છે. ચેડાં કરીને બનાવાયેલા કન્ટેન્ટ દ્વારા એનાથી તદ્દન વિરોધાભાસી ચિત્ર ઊભુ કરવાનો કોઈ પણ પ્રયત્ન અપ્રામાણિક અને બદઈરાદાથી પ્રેરિત છે. એટલે મારો દર્શકોને અનુરોધ છે કે તેઓ ઓફિશ્યલ કન્ટેન્ટ પર જ આધાર રાખે અને ફિલ્મ જે આશયથી બનાવાઈ છે એ જ દ્રષ્ટિથી જુએ. તેઓ એઆઈ જનરેટેડ ખોટી માહિતીથી દોરવાય નહિ. અમે આવા બદઈરાદાભર્યા કૃત્યો સામે કડક રીતે કાર્યવાહી કરીશું. 'ધુરંધર'ની સફળતામાં ફાચર મારવાનો આ એક માત્ર પ્રયાસ નથી. હજુ થોડા દિવસ પહેલા જ મીડિયામાં એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે શીખ સમુદાયે 'ધુરંધર-૨'ના મેકર્સ સામે એફઆઈઆર નોંધાવી છે. એટલા માટે કે ફિલ્મના એક સીનમાં રોના ચીફના રોલમાં આર. માધવન પવિત્રે દસમ ગ્રંથની પંક્તિઓ બોલતી વખતે સ્મોકિંગ કરતો જોવા મળે છે. સૌ જાણે છે એમ શીખ ધર્મમાં ધુમ્રપાન (સ્મોકિંગ) વર્જ્ય છે. એની સામે ઉહાપોહ થયા બાદ માધવને એવો ખુલાસો કરતો વીડિયો શેર કર્યો હતો કે સીનની શરૂઆતમાં હું સ્મોકિંગ કરું છું પણ દસમ ગ્રંથની પંક્તિઓ બોલ્યા પહેલા સિગારેટ બુજાવી દઉં છું. 

App Store