Video: ગંભીર બ્રિજ પર લટકેલા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી શરૂ, આખરે કામ લાગી આ ટેકનોલોજી
વડોદરાના પાદરા અને જંબુસરને જોડતા ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ 20 લોક
વડોદરાના પાદરા અને જંબુસરને જોડતા ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ 20 લોકોના નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતા, ત્યારે આ બ્રિજ પર એક ટેન્કર પણ ફસાયો હતો, જેને મુખ્યમંત્રીની ટકોર બાદ વહીવટી તંત્રે તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી. આખરે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કંપની અંતર્ગત મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમને ટ્રકને નીચેથી ઊંચું કરવામાં સફળતા મળી છે. ગુજરાતમાં કદાચ પ્રથમ વખત આ પદ્ધતિથી લટકેલા ટેન્કરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે.
પોરબંદર મરીન્સને પાંચ દિવસની ભારે જહેમત બાદ મળી સફળતા
ગંભીર બ્રિજની કરુણાંતિકા બાદ આશરે એક મહિના પછી તૂટેલા બ્રિજ પર લટકેલા ટેન્કરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. લટકેલા ટેન્કરને બહાર કાઢવા માટે મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું. ગુજરાતમાં કદાચ પ્રથમ વખત આ પદ્ધતિથી લટકેલા ટેન્કરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે. વિશ્વકર્મા એન્જિનિયરિંગ કંપની અંતર્ગત મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમને ટ્રકને નીચેથી ઊંચું કરવામાં સફળતા મળી છે. પોરબંદર મરીન્સને પાંચ દિવસની ભારે જહેમત બાદ આ સફળતા મળી છે. આ ટેન્કરને કેપ્સુલ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરી બહાર કાઢવામાં આવી રહ્યું છે અને ટૂંક જ સમયમાં ટેન્કરને બહાર ખેંચવામાં આવશે તેવું એન્જિનિયરો કહી રહ્યા છે.








