મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: હિંમતનગર ખાતે જન આક્રોશ રેલીમાં પોલીસ પરિવારની મહિલાઓનો વિરોધ, કોંગી પ્રમુખે કહ્યું- આ ખાખીની નિષ્ફળતા

હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી દરમિયાન પોલીસ પરિવારની મહિલાઓએ બેનરો સાથે ધારાસ

હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી દરમિયાન પોલીસ પરિવારની મહિલાઓએ બેનરો સાથે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને લઈને વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ પ્રદેશ કોંગી પ્રમુખે મહિલાઓની રજૂઆત સાંભળીને પોલીસ તંત્ર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે મહિલાઓ પાસેથી વિરોધ પ્રદર્શન કરાવે છે. 

વિરોધ કરતી મહિલાઓને સામે પોલીસ મૂકપ્રેક્ષક 

સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી દરમિયાન વિવાદ સર્જાયો છે. મહાવીર નગર ચાર રસ્તા પાસે પોલીસ પરિવારની મહિલાઓએ બેનરો સાથે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને લઈને વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે મહિલાઓ વિરોધ નોંધાવી રહી હતી, ત્યારે બંદોબસ્તમાં રહેલો પોલીસ સ્ટાફ ત્યાંથી પલાયન થઈ ગયો હતો. વિરોધને દૂર કરવાને બદલે કેટલાક પોલીસકર્મીઓએ મહિલાઓને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિરોધ કરનારી મહિલાઓને સાંભળી હતી. તેમણે દારૂ, જુગાર અને ગાંજાના મુદ્દે પોલીસ પર પ્રહાર કરતા કહ્યું કે, બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસે મહિલાઓ પાસેથી વિરોધ પ્રદર્શન કરાવડાવ્યો, જે ખાખીની નિષ્ફળતા દર્શાવે છે.

આ સમાચાર શેર કરો