Video: Surendranagarમાં લોકાર્પણના બે જ કલાકમાં તળાવ બ્યુટિફિકેશનનો મેકઅપ ઉતરવા લાગ્યો, ભ્રષ્ટાચારના કરાયા આક્ષેપ
સુરેન્દ્રનગરના પાટડીમાં તળાવનું બ્યુટિફિકેશન થયું હતું. તંત્રએ સારો ખર્ચ

સુરેન્દ્રનગરના પાટડીમાં તળાવનું બ્યુટિફિકેશન થયું હતું. તંત્રએ સારો ખર્ચ કરી પ્રભારી મંત્રી દર્શના વાઘેલાની હાજરીમાં તળાવનું લોકાર્પણ પણ કર્યું, પણ આ કાર્યક્રમના બે જ કલાકમાં બ્યુટિફિકેશનનો મેકઅપ ઉતરવા લાગ્યો હતો. લોકોએ કામની ગુણવત્તા તપાસી તો રસ્તા પરથી કોંક્રિટ ઉખડવા લાગી હતી. હલકી ગુણવત્તાની કામગીરી સામે આવતા આ મામલે ફરીથી ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે, સાથે જ અધૂરા કામે જ ઉતાવળમાં લોકાર્પણ કર્યું હોવાનો આક્ષેપ પણ કરાયો છે. વિપક્ષે કહ્યું છે કે મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાથી વિકાસના કામો નબળા પડી ગયા છે.




