મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: TRP અગ્નિકાંડના પીડિત પરિવારને રાહુલ ગાંધીએ શું કહ્યું? જુઓ આખી વાતચીત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હતી. વ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હતી. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીડિત પરિવારોના ખબર અંતર પૂછ્યા હતા. આ સાથે તેમને ન્યાય અપાવવા કોંગ્રેસ તેમની સાથે છે એવી બાંહેધારી આપી હતી. રાહુલ ગાંધી ઝૂમ મીટ માધ્યમથી વીડિયોમાં જોડાયા હતા. 

રાહુલ ગાંધીએ પીડિત પરિવારો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કર્યા બાદ હવે પીડિત પરિવારો પણ રાજકોટમાં તા. 25 ના રોજ કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનમાં જોડાવાના છે. TRP ગેમ્સ ઝોન અગ્નિ કાંડ મામલે પીડિત પરિવારના સદસ્યો બહુમાળી ભવન ચોકમાં એકત્ર થયા હતા. 

કોંગ્રેસ દ્વારા પીડિતોને ન્યાય અપાવવા 25 મીએ રાજકોટ બંધના એલાનને લઈને હવે પીડિત પરિવાર રસ્તા પર આવ્યા છે. જેમાં જવાબદાર સામે કાર્યવાહી અને ન્યાયની માંગણી સાથે અલગ અલગ બેનરો સાથે પીડિત પરિવાર દ્વારા લોકોને આ બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. પરિવારોએ સીટ સમિતિ પર પણ સવાલો ઊભા કર્યા હતા. પીડિત પરિવારએ કહ્યું જવાબદાર મોટા અધિકારીઓ અને રાજકીય આગેવાનો પર કેમ કોઈ કાર્યવાહી નહીં.  

આ સમાચાર શેર કરો