VIDEO : પશ્ચિમ બંગાળ છાવણીમાં ફેરવાયું, કોલકાતામાં EVM સ્ટ્રોંગરૂમની સુરક્ષા માટે ત્રીસ્તરીય ‘લોખંડી’ બંદોબસ્ત
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના મતદાનના તબક્કાઓ પૂર્ણ થયા બાદ હવે સૌની નજર 4 મેન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના મતદાનના તબક્કાઓ પૂર્ણ થયા બાદ હવે સૌની નજર 4 મેના રોજ આવનારા પરિણામો પર ટકેલી છે. ટીએમસી દ્વારા કરવામાં આવેલા વિરોધ બાદ હવે કોલકાતામાં ઈવીએમ મશીનોને સુરક્ષિત રાખવા માટે સ્ટ્રોંગરૂમની આસપાસ અત્યંત ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ પણ અનધિકૃત વ્યક્તિના પ્રવેશને રોકવા માટે ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને કેન્દ્રીય દળો દ્વારા ત્રણ સ્તરીય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ચૂંટણી પંચે સુરક્ષા વધારવા માટે આ વખતે ક્યુઆર કોડ આધારિત ઓળખપત્રો પણ અમલમાં મૂક્યા છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે.

