VIDEO: અમદાવાદમાં દશેરાના પર્વ પર પોલીસ કમિશનર કચેરી ખાતે કરાયું શસ્ત્ર પૂજન
અમદાવાદમાં દરેક જગ્યાએ દશેરાન પર્વની ઉજવણી ધામધૂમ
અમદાવાદમાં દરેક જગ્યાએ દશેરાન પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ત્યાં અમદાવાદ પોલીસ કચેરી ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ શસ્ત્ર પૂજન કરીને પર્વની ઉજવણી કરવામાં આવે છે.
પોલીસ કચેરીમાં શસ્ત્ર પૂજન
દશેરા એ બુરાઈ પર સચ્ચાઈની જીતના ઉત્સવને મનાવતો તહેવાર છે તેથી આ શસ્ત્રોનું પૂજન કરીને સમાજમાંથી ગુનખોરીનો નાશ થાય અને અયોગ્ય કારોબાર બંધ થાય તેવી પ્રાર્થના સાથે માતાજીનું આહ્વાન કરવામાં આવે છે. જે.સી.પીય શરદ સિંઘલે વિજયા દશમીની શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે જ શરદ સિંઘલે કહ્યું કે, "પેનશક્તિ ,કાગળ શક્તિ અને શસ્ત્રશક્તિથી સમાજનું કલ્યાણ થાય."




