મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાઘોડિયા તાલુકામાં રસ્તાઓ પાણીમાં ગરકાવ, જનજીવન પ્રભાવિત

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નર્મદાપુરા ગામમાં ભારે વરસાદ અને દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવત

તસવીર: gstv

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નર્મદાપુરા ગામમાં ભારે વરસાદ અને દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ડેમમાંથી પાણીની આવક વધતા ગામના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં છે, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને રોજિંદી અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર પર સીધી અસર પડી છે. નાના-મોટા વાહનો માટે રસ્તાઓ જોખમી બનતા અનેક સ્થળોએ વાહનો અટવાઈ ગયા હતા. કેટલાક માર્ગો પર પાણીનો પ્રવાહ વધુ હોવાથી લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દેવ ડેમમાંથી પાણી છોડાતા દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે.

આ સમાચાર શેર કરો