મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાઘોડિયામાં તલાટીઓનું સરકાર સામે આંદોલન: ગ્રામ વિકાસ સિવાયની તમામ કામગીરી કરી બંધ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં તલાટી કમ મંત્રી મંડળે સર

તસવીર: gstv

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં તલાટી કમ મંત્રી મંડળે સરકાર સામે મહત્વની માંગ સાથે આવેદનપત્ર આપ્યુ હતું . ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના આહ્વાનને અનુસરી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તલાટી કમ મંત્રીઓએ પંચાયત અને ગ્રામ વિકાસ સિવાયની તમામ કામગીરી સદંતર બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આ અંગે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. તલાટીઓનો આક્ષેપ છે કે મહેસૂલ વિભાગ સહિત અન્ય અનેક વિભાગોની કામગીરીનો વધતો બોજ તેમના પર નાખવામાં આવી રહ્યો છે. જેના કારણે ગ્રામ વિકાસની મૂળભૂત કામગીરી પર સીધી અસર થઈ રહી છે. સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટ નક્કી કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા હજુ સુધી યોગ્ય નિર્ણય ન લેવાતા મહામંડળે મહેસૂલી કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો છે. હવે સરકાર આ રજૂઆત પર શું નિર્ણય લે છે તે ચર્ચા નો વિષય છે

આ સમાચાર શેર કરો