VIDEO: વાઘોડિયામાં ખાનગી કંપનીમાં ગોડાઉનમાં લાગી આગ, સદનસીબે જાનહાની ટળી
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં ગત મોડી રાત્ર
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં ગત મોડી રાત્રે આગની એક ઘટના સામે આવી હતી. સ્વામીનારાયણ મંદિર પાસે આવેલા એક ખાનગી કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની લપટો જોતા જ આસપાસના રહેણાંક વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રહેલો મોટો જથ્થો અને માલસામાન બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.



