મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામ તાલુકામાં કરોડો રૂપિયાની પાણી પુરવઠા યોજના માત્ર કાગળ પર, ધારાસભ્યને કરાઈ રજૂઆત

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કરોડો રૂપિયાની પાણી પુરવઠા યોજના આજે પણ લોકો મ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કરોડો રૂપિયાની પાણી પુરવઠા યોજના આજે પણ લોકો માટે અધૂરી સાબિત થઈ રહી છે. જૂની પાણીની ટાંકીઓ તોડી નવી બનાવવામાં આવી હોવા છતાં અનેક વિસ્તારોમાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ધારાસભ્ય રમણભાઈએ નવા ચૂંટાયેલા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો સાથે પાણીના પ્રશ્નોને લઈ બેઠક યોજી હતી. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ લોકોના રોષને જોતા ફરી એકવાર ટૂંક સમયમાં પાણી શરૂ કરવાની ખાતરી આપી હતી.

જોકે હજી સુધી રેલવે તંત્ર તરફથી પાઇપલાઈન નાખવાની મંજૂરી બાકી હોવા છતાં લોકોને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા સાત વર્ષથી માત્ર બેઠકો અને કાગળ ઉપરની કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ વચ્ચે નવા ચૂંટાયેલા સભ્યોએ પણ પાણી મુદ્દે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી.  

આ સમાચાર શેર કરો