VIDEO: વ્યારા સુગર ફેક્ટરીના શ્રમિકોને આખરે ન્યાય મળ્યો, 21 લાખ રૂપિયા રોકડ ચૂકવાયા
તાપીની વ્યારા સુગર ફેક્ટરીમાં લાંબા સમયથી મજૂરીના રૂપિયા માટે વલખાં મારતા શ્રમિકોને
તાપીની વ્યારા સુગર ફેક્ટરીમાં લાંબા સમયથી મજૂરીના રૂપિયા માટે વલખાં મારતા શ્રમિકોને આખરે ન્યાય મળ્યો છે. તાપી SPની અસરકારક મધ્યસ્થી બાદ સત્તાધીશોએ નમતું જોખ્યું છે. ફેક્ટરીને તાળા મારી ફરાર થયેલા સંચાલકો સામે મજૂર આગેવાનોએ કમ્પાઉન્ડમાં જ ધામા નાખ્યા હતા. કુલ 51.33 લાખ રૂપિયાની બાકી રકમમાંથી 21.33 લાખ રોકડા ચૂકવવામાં આવ્યા છે, જ્યારે બાકીના નાણાં સોમવાર સુધીમાં આપવાની બાંહેધરી અપાઈ છે.







