VIDEO: VMC ડોર-ટુ-ડોર ટેમ્પો ચાલકે સર્જ્યો અકસ્માત, બે લોકોને અડફેટે લીધા, અન્ય ટેમ્પા સાથે ધડાકાભેર અથડાયો
વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ડોર-ટુ-ડોર સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. મોડી રાત્રે, VMCના એક ડોર-ટુ-ડોર ટેમ્પ
વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ડોર-ટુ-ડોર સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. મોડી રાત્રે, VMCના એક ડોર-ટુ-ડોર ટેમ્પો ચાલકે નશામાં ધૂત થઈને શહેરના હરણી-વારસિયા રિંગ રોડ પર ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં બે લોકોને અડફેટે લઈ ટેમ્પો પાર્ક કરેલા અન્ય ટેમ્પા સાથે ધડાકાભેર અથડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ત્યારે આસપાસના રહેવાસીઓએ ટેમ્પો ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. પાણીગેટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટેમ્પો ચાલકને ઝડપી લીધો હતો. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે અગાઉ પણ આ ડોર ટુ ડોરની સેવા વિવાદોમાં આવી છે.








