VIDEO / વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે ઓસ્ટ્રેલિયામાં કરી નવા વર્ષની ઉજવણી
આ દિવસોમાં વિરાટ કોહલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયામાં હાજર છે. સિરી

આ દિવસોમાં વિરાટ કોહલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયામાં હાજર છે. સિરીઝની ચાર ટેસ્ટ રમાઈ છે. હવે સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 03 જાન્યુઆરી, 2025થી રમાશે. આ પહેલા વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીથી લઈને એશિયા કપ સુધી, ખૂબ જ વ્યસ્ત છે ટીમ ઈન્ડિયાનું 2025નું શેડ્યૂલ
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સાથે ટીમ ઈન્ડિયાનો લેફટી બેટ્સમેન દેવદત્ત પડિક્કલ અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા સિડની પહોંચી ગઈ છે. વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, દેવદત્ત પડિક્કલ અને પ્રસિદ્ધ કૃષ્ણ સિડનીની ગલીઓમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન કોહલી અને અનુષ્કા એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હતા.
કોહલી અત્યાર સુધી સિરીઝમાં ફ્લોપ રહ્યો
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વિરાટ કોહલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં લગભગ ફ્લોપ જોવા મળ્યો છે. તેણે 4 મેચની 7 ઈનિંગ્સમાં બેટિંગ કરતા 27.83ની એવરેજથી 167 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી ફટકારી હતી. બાકીની 6 ઈનિંગ્સમાં તેણે 05, 07, 11, 03, 05 અને 36 રન બનાવ્યા છે. પર્થમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં કોહલીના બેટમાંથી સદી જોવા મળી હતી.
ઓસ્ટ્રેલિયા સિરીઝમાં આગળ
ચાર મેચ પૂર્ણ થયા બાદ ઓસ્ટ્રેલિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-1થી આગળ છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની શરૂઆત જીત સાથે કરી હતી. પર્થમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 295 રનથી જીત મેળવી હતી. ત્યારબાદ એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, ગાબામાં રમાયેલી સિરીઝની ત્રીજી ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ. ગાબા ટેસ્ટ વરસાદના કારણે ડ્રો રહી હતી. ત્યારબાદ મેલબર્નમાં રમાયેલી સિરીઝની ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 184 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સિરીઝની પાંચમી ટેસ્ટ સિડનીમાં 03 જાન્યુઆરીથી રમાશે.






