VIDEO: વિસ્થાપન સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં કેન-બેટવા નદી જોડાણ પ્રોજેક્ટના કારણે વિસ્થાપિત થનારા સ્થાનિક ગ્રામજનોનો વિ

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં કેન-બેટવા નદી જોડાણ પ્રોજેક્ટના કારણે વિસ્થાપિત થનારા સ્થાનિક ગ્રામજનોનો વિરોધ પ્રદર્શન સતત ચાલી રહ્યો હતો . આ મહત્વાકાંક્ષી પરિયોજનાના કારણે અસંખ્ય પરિવારોએ પોતાના ઘર અને જમીન ગુમાવવાનો વારો આવ્યો હતો , જેના વિરોધમાં પુરુષો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા .આંદોલનકારી ગ્રામજનોનો આક્ષેપ હતા કે સરકાર દ્વારા તેમને યોગ્ય વળતર અને પુનર્વસનની પૂરતી સુવિધાઓ આપવામાં આવી નથી. પોતાની વર્ષો જૂની આજીવિકા અને જમીન છીનવાઈ જવાની ભીતિ વચ્ચે ગ્રામજનોએ ચીમકી આપી હતી કે જ્યાં સુધી તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.




