VIDEO / વિનોદ કાંબલીએ 'ચક દે ઈન્ડિયા' પર કર્યો જોરદાર ડાન્સ, હોસ્પિટલમાં જોવા મળ્યો પૂર્વ ક્રિકેટરનો અનોખો અંદાજ
યોગ્ય સારવાર અને સારી સંભાળની અસર હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીના સ્વાસ્થ્ય પર દેખાઈ રહી છ

યોગ્ય સારવાર અને સારી સંભાળની અસર હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીના સ્વાસ્થ્ય પર દેખાઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી થાણેની એક હોસ્પિટલમાં દાખલ, કાંબલી ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે અને હવે તેમણે ગીતોની ધૂન પર નાચવાનું પણ શરૂ કર્યું છે. 1990ના દાયકાના આ સ્ટાર બેટ્સમેનનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે હોસ્પિટલના રૂમમાં સ્ટાફ સાથે ડાન્સ કરી રહ્યો છે અને ગાતો જોવા મળી રહ્યો છે. ગીત પણ દરેકને ઉત્સાહથી ભરી દે તેવું છે, ‘ચક દે ઈન્ડિયા’.
આ પણ વાંચો: વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ મામલે આવ્યું મોટું અપડેટ
થાણેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
વિનોદ કાંબલી છેલ્લા ઘણા સમયથી પોતાની આર્થિક સ્થિતિ અને બગડતી તબિયતના કારણે ચર્ચામાં છે. ઘણા લોકોએ તેમની મદદની ઓફર પણ કરી છે. તાજેતરમાં, તેમને પીડાની ફરિયાદ બાદ થાણેના લોખંડી વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ઈન્ચાર્જ કે જેઓ પોતે કાંબલીના મોટા ફેન રહ્યા છે, તેમણે પણ કોઈપણ ફી વિના પૂર્વ ભારતીય સ્ટારને સંપૂર્ણ સારવાર આપવાની જાહેરાત કરી હતી અને તેમની સંપૂર્ણ કાળજી લેવાનું વચન આપ્યું હતું.
'ચક દે ઈન્ડિયા' પર કાંબલીનો ડાન્સ
કાંબલી છેલ્લા લગભગ એક અઠવાડિયાથી એ જ હોસ્પિટલમાં છે અને ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. આ દરમિયાન તેમના અલગ-અલગ વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તેઓ હોસ્પિટલ સ્ટાફની મદદથી ચાલતા જોવા મળ્યા હતા. હવે તેમનો ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જે દરેક ફેન્સને ખુશ કરી શકે છે. જેમાં કાંબલી શાહરૂખ ખાનની પ્રખ્યાત ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'ના ટાઈટલ સોંગ પર હોસ્પિટલની મહિલા કર્મચારી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેતેઓ જોરથી ગીત ગાતા પણ જોવા મળ્યા હતા.
મગજમાં ક્લોટ્સ
કાંબલીને લગભગ દોઢ અઠવાડિયા પહેલા આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં કાંબલીની સારવાર કરી રહેલા ડોક્ટરે જણાવ્યું હતું કે કાંબલીએ શરૂઆતમાં યુરિન સંબંધિત તકલીફોની ફરિયાદ કરી હતી પરંતુ હોસ્પિટલમાં દાખલ થયા બાદ જ્યારે તેના ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે ડોક્ટરે જણાવ્યું હતું કે કાંબલીના મગજમાં ક્લોટ્સ છે તેનો અર્થ એ છે કે લોહી ગંઠાઈ ગયું છે.






