મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / ખાસ મિત્ર સચિનને ન ઓળખી શક્યો વિનોદ કાંબલી, પછી અચાનક પકડી લીધો હાથ

મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને તેના બાળપણના મિત્ર વિનોદ કાંબલી વચ્ચેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડ

મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને તેના બાળપણના મિત્ર વિનોદ કાંબલી વચ્ચેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંને મંગળવારે (3 ડિસેમ્બર) રમાકાંત આચરેકર સ્મારકના ઉદ્ઘાટન સમયે મળ્યા હતા. સચિન અને કાંબલીએ આચરેકરના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની ટ્રેનીગ લીધી હતી. 52 વર્ષીય કાંબલીની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત છે. કાંબલી જ્યારે સ્ટેજ પર તેના ખાસ મિત્ર સચિનને ​​મળ્યો ત્યારે તે ભાવુક થઈ ગયો હતો. સચિન પોતે તેની પાસે આવ્યો હતો. જોકે કાંબલી થોડી ક્ષણો માટે સચિનને નહતો ​​ઓળખી શક્યો.

આ પણ વાંચો: ઉર્વીલે એક અઠવાડિયામાં જ ફટકારી બીજી સદી, ઈન્દોરમાં કર્યો ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ

વીડિયોમાં જોઈ શકાય છે કે કાંબલી થોડીવાર સચિનને જોતો રહે છે. જ્યારે તે સચિનને ​​ઓળખી જાય છે ત્યારે તે અચાનક તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચે છે. તેણે ઊભા થઈને સચિનને ​​મળવાનો પ્રયાસ કર્યો પરંતુ નબળાઈને કારણે તેમ કરી શક્યો નહીં. તે પછી એક વ્યક્તિ કાંબલીને ત્યાં જ બેસી રહેવાનું કહે છે. આ પછી સચિન ત્યાંથી નીકળી જાય છે. જોકે સચિન ફરી કાંબલીને મળવા જાય છે. અને તેની સાથે વાત કરતો જોવા મળે છે. સચિને કાંબલી અને અન્યો સાથે મુંબઈના શિવાજી પાર્ક ખાતે આચરેકર મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં MNS પ્રમુખ રાજ ઠાકરે પણ હાજર હતા.

ક્રિકેટ ફેન્સે આપી પ્રતિક્રિયા

સચિન અને કાંબલીની મુલાકાત પર ક્રિકેટ ફેન્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે કમેન્ટ કરી, "કાંબલી એક મહાન ખેલાડી હતો પરંતુ તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ." એકે લખ્યું, "શું કાંબલીને કોઈ માનસિક કે શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે?" તમને જણાવી દઈએ કે કાંબલીને ભૂતકાળમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. 2013માં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ એક પોલીસ અધિકારીએ તેને લીલાવતી હોસ્પિટલમાં લઈ જઈને તેનો જીવ બચાવ્યો હતો.

કાંબલીની કારકિર્દી

સચિને નવેમ્બર 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે કાંબલીએ ભારત માટે 1991માં ડેબ્યુ કર્યું હતું. તેણે શારજાહમાં પાકિસ્તાન સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જે ODI મેચ હતી. કાંબલીએ પોતાની કારકિર્દીમાં 104 ODI મેચમાં 2477 રન બનાવ્યા હતા. તેણે 1993માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે 17 ટેસ્ટ મેચમાં 1084 રન બનાવ્યા હતા. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 129 મેચમાં 59.67ની એવરેજથી 9965 રન બનાવ્યા હતા.

આ સમાચાર શેર કરો