મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: NDAને કેટલી બેઠકો મળશે? પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મોટો દાવો

લોકસભા ચૂંટણી 2024નું પરિણામ 4 જૂને જાહેર થશે. મતદાન પૂર્ણ થતા જ એક્ઝિટ પોલના તારણમાં NDAને બહુમતી મળી રહી છે

લોકસભા ચૂંટણી 2024નું પરિણામ 4 જૂને જાહેર થશે. મતદાન પૂર્ણ થતા જ એક્ઝિટ પોલના તારણમાં NDAને બહુમતી મળી રહી છે. એક્ઝિટ પોલને લઇને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. રૂપાણીએ કહ્યું કે, દેશમાં NDAની સરકાર બનવા જઇ રહી છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે.

વિજય રૂપાણીએ શું કહ્યું?

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, "લગભગ બધા એક્ઝિટ પોલમાં NDA 360થી 370 બેઠક પ્રાપ્ત કરશે. 4 તારીખનું પરિણામ નિશ્ચિત છે. નરેન્દ્ર ભાઇ ત્રીજી વખત વડાપ્રધાન બનશે. દેશની જનતા નરેન્દ્ર ભાઇ માટે ખુબ પ્રેમ અને વિશ્વાસ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા તે પૂર્ણ કર્યા છે." 

આ સમાચાર શેર કરો