VIDEO: મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ન્યાય માંગનાર મહિલાઓ ડિટેઈન, મીડિયાકર્મીઓને કવરેજ કરતા પણ રોક્યા
વડોદરા ખાતે આવેલા દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરીયમમાં આજે મુખ્યમંત્રી દ્વારા રૂ. 1,156 કરોડના
વડોદરા ખાતે આવેલા દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરીયમમાં આજે મુખ્યમંત્રી દ્વારા રૂ. 1,156 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક બે મહિલાઓ ઉભી થઇને પોતાની રજૂઆત કરવા લાગી હતી. જેથી મુખ્યમંત્રીએ કહ્યું કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો બેન, તમે શાંતિથી મળો. અત્યારે તમે બેસી જાવ. તમે મને મળીને જજો.
હાજર પોલીસકર્મીઓ દ્વારા મહિલાઓને બેસાડી દેવામાં આવી
હાજર પોલીસકર્મીઓ દ્વારા મહિલાઓને બેસાડી દેવામાં આવી હતી. અને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આપણે તેમની બાજુ ધ્યાન ન આપશો. તે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છે. આપણે તેના પર ધ્યાન આપવાની જરૂર નથી. ત્યારબાદ કાર્યક્રમમાં હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
મુખ્યમંત્રીનું ભાષણ પુરૂ થતાં ફરી બે મહિલાઓ ઉભી થઇ હતી અને હરણી દુર્ઘટના અને આવાસ નહી મળવાની રજૂઆત કરતાં બંને મહિલાઓને બળજબરીપૂર્વક પકડીને બહાર તગેડી મુકવામાં આવી હતી. જોકે બાદ મહિલાઓને મળવા બોલાવી હતી.





