મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલનું પાટીદારોમાં ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’ને લઈ સૂચક નિવેદન

VIDEO: વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે

VIDEO: વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે કચ્છ જિલ્લાના નખત્રાણામાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે પાટીદારોમાં ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’ના ટ્રેન્ડને સમાજ માટે જીવલેણ ગણાવ્યો હતો તેમજ પરિવારોને 3થી 4 બાળકો પેદા કરવા માટે અપીલ કરી હતી.   

આર.પી.પટેલે આગળ જણાવ્યું કે, દેશ અને દુનિયામાં ધીમે ધીમે પાટીદાર સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે, સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાત ઘટશે, રાજકીય તાકાત ઘટશે તો સનાતન ધર્મની તાકાત ઘટશે. સંખ્યાબળ ઘટશે તો તમારા અસ્તિત્વ માટે લડવું પડશે. આટલું ઓછું હોય તેમ પાટીદારોમાં ભૃણહત્યાનું ચલણ હતું જે હવે નથી રહ્યું. હવે કાકા અને મામા ભાડે મળશે તેવા બોર્ડ લાગશે. કાશ્મીર અને બંગાળમાંથી હિંદુઓ ભાગી રહ્યા છે.

આ સમાચાર શેર કરો