VIDEO/ વિજયના રાજ્યાભિષેક પર સુદર્શન પટનાયકે રેતી શિલ્પ દ્વારા પાઠવ્યા અનોખા અભિનંદન
તમિલનાડુના રાજકારણમાં આજે એક ઐતિહાસિક દિવસ છે. ટીવીકે પાર્ટીના વડા અને અભ

તમિલનાડુના રાજકારણમાં આજે એક ઐતિહાસિક દિવસ છે. ટીવીકે પાર્ટીના વડા અને અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ શપથ ગ્રહણ સમારોહ પહેલા જ દેશભરમાંથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રેતી કલાકાર સુદર્શન પટનાયકે પોતાની કલા દ્વારા નવા મુખ્યમંત્રી વિજયને એકદમ ખાસ અંદાજમાં અભિનંદન પાઠવ્યા છે. સુદર્શન પટનાયકે સમુદ્ર કિનારે વિજયનું એક અત્યંત સુંદર અને જીવંત સેન્ડ આર્ટ તૈયાર કર્યું છે. આ આકર્ષક કલાકૃતિ દ્વારા તેમણે વિજયને તેમની નવી રાજકીય સફર અને મુખ્યમંત્રી પદ માટે શુભકામનાઓ આપી છે.




