મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ વાપી: ઈમિટેશન જ્વેલરીના નામે ઓનલાઈન છેતરપિંડી

વાપીની ડુંગરા પોલીસે ઇમિટેશન જ્વેલરીના નામે દેશભરના ૩૫૦૦થી વધુ ગ્રાહકો સાથે આશરે રૂપિયા ૩૮ લાખની

વાપીની ડુંગરા પોલીસે ઇમિટેશન જ્વેલરીના નામે દેશભરના ૩૫૦૦થી વધુ ગ્રાહકો સાથે આશરે રૂપિયા ૩૮ લાખની છેતરપિંડી આચરતી હાઈટેક ટોળકીને ઝડપી પાડી છે. BCA અને MCA જેવો ઉચ્ચ ટેકનિકલ અભ્યાસ ધરાવતા આ આરોપીઓએ સ્તુતિમંત્ર ડૉટકોમ  નામની નકલી વેબસાઇટ બનાવી હતી.તેઓ  શરૂઆતના દિવસોમાં ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે તેઓ ઓર્ડર મુજબ જ્વેલરી મોકલતા હતા. પરંતુ, ઓર્ડર વધતા અને માલ ખૂટી પડતા, તેઓએ ગ્રાહકોને છેતરવાનું શરૂ કર્યું.શરૂઆતમાં એમેઝોન જેવા પ્લેટફોર્મ પર કાયદેસરનો વેપાર કરતી આ ટોળકીએ ટૂંકા સમયમાં વધુ કમાણી કરવાની લાલચે છેતરપિંડીનો શોર્ટકટ અપનાવ્યો હતો. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને સ્થળ પરથી ગ્રાહકોને મોકલવા માટે તૈયાર કરાયેલા અનેક નકલી પાર્સલ બોક્સ જપ્ત કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો