VIDEO: આણંદ ખંભાત નગરપાલિકાની સામાન્ય સભામાં થયો હોબાળો
VIDEO: આણંદ જિલ્લામાં આવેલી ખંભાત નગરપાલિકાની જનરલ બોર્ડ મળી હતી. જેમાં લેવાયેલા કામ નંબ
VIDEO: આણંદ જિલ્લામાં આવેલી ખંભાત નગરપાલિકાની જનરલ બોર્ડ મળી હતી. જેમાં લેવાયેલા કામ નંબર 4 ઉપર વિવાદ થતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. ભાજપ શહેર પ્રમુખ તપન શુક્લ અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે બબાલ થઈ હતી.
જો કે, જનરલ બોર્ડમાં કામ નં-4 પર ગુજરાત હાઈકોર્ટે મૌખિક સ્ટે સામાન્ય સભાના એક કલાક અગાઉ આપ્યો હોવાની ચર્ચા હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખના ઠરાવ અંગેના હતા. જેથી હાઈકોર્ટમાં ચાલતા આ મામલા પર કામ આપતા ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઘર્ષણ થતા મારામારી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ખંભાત નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી વિવાદોના વાદળો વચ્ચે ઘેરાઈ છે. આ અગાઉ ખંભાત નગરપાલિકાના આઠ કાઉન્સિલરોનો રાજીનામાનો મામલો પણ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.








