મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO/ વાંકાનેરમાં સાંસદ કેસરીદેવ સિંહની હાજરીમાં જ ભાજપની સભામાં બબાલ

મોરબીના વાંકાનેરના ઓળ ગામે ભાજપની ચૂંટણી સભામાં ભારે બબાલ થઈ હતી. રાજ્યસભાના

મોરબીના વાંકાનેરના ઓળ ગામે ભાજપની ચૂંટણી સભામાં ભારે બબાલ થઈ હતી. રાજ્યસભાના સાંસદ કેસરીદેવ સિંહ અને અન્ય આગેવાનોની હાજરીમાં ગ્રામજનોએ વિકાસના કામો બાબતે પ્રશ્નો પૂછતા મામલો બિચક્યો હતો. મતોની માંગણી કરવા પહોંચેલા નેતાઓ સામે લોકોએ રોષ ઠાલવતા વાત મારામારી સુધી પહોંચી હતી. જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો માટે આયોજિત આ સભામાં થયેલા હોબાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે...જીએસટીવી વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

આ સમાચાર શેર કરો