VIDEO: દાહોદના સંજેલીમાં બે ST બસોની સામ સામે થઈ ટક્કર, સદનસીબે જાનહાની ટળી
ગુજરાતમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટન
ગુજરાતમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે દાહોદમાં બે ST બસને અકસ્માત નડ્યો છે. ઉલ્લેખનીય છે કે વાદળછાયું વાતાવરણના કારણે વિઝીબલ્ટી ઓછી હોવાને કારણે આ અકસ્માત સર્જાયો છે.
બે બસોની સામ સામે ટક્કર સર્જાઈ
મળતા અહેવાલ પ્રમાણે દાહોદના સંજેલીના વાંસીયા ગામેસંજેલી થી ઝાલોદ તરફ જતી અને ઝાલોદથી સંજેલી તરફ જતી બે બસોની સામ સામે ટક્કર સર્જાઈ હતી.અકસ્માત સર્જાતા બન્ને ST બસના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી. બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બન્ને બસોને પણ નુકસાન થયું હતું. સદનસીબે જાનહાની ટળી હતી.
ઉલ્લખનીય છે કે, શનિવારે (30મી ઓગસ્ટ) એસટી બસના અકસ્માતની બે ઘટના સામે આવી હતી. સુરતના બારડોલીમાં મુસાફરોથી ભરેલી ST બસ પલટી મારી ગઈ હતી. બસની અંદર બેઠેલા મુસાફરો કાચ તોડીને બહાર નીકળ્યા હતા. રોડની સાઈડ પર જઈને બસે પલટી મારી હતી અને બસના આગળના ભાગને પણ નુકસાન થયું છે. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
રાજકોટ–કાલાવડ રોડ પર આવેલ નિકાવા ગામ નજીક એસ.ટી. બસ અને રસ્તા કિનારે ઉભેલી બોરવેલ મશીન વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ તથા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને નજીકની કાલાવડ સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટની મોટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.






