મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

kheda news: માતરમાં S.T બસ અને બાઈક સવાર વચ્ચે થયો અકસ્માત, યુવાનનો પગ શરીરથી છુટો પડીને રસ્તા પર પડ્યો

ગુજરાતમાં માર્ગ અકસ્માતની વધુ એક દુર્ઘટના સામે આવી છે. દુર્ઘટના ખેડાના માતરમાં બાઈક અને એસટી

kheda news: માતરમાં S.T બસ અને બાઈક સવાર વચ્ચે થયો અકસ્માત, યુવાનનો પગ શરીરથી છુટો પડીને રસ્તા પર પડ્યો

ગુજરાતમાં માર્ગ અકસ્માતની વધુ એક દુર્ઘટના સામે આવી છે. દુર્ઘટના  ખેડાના માતરમાં બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ છે.માતરના અંબારામ ફાર્મ પાસે પુરપાટ ઝડપે પસાર થતો બાઈક સવાર એસટી બસમાં ઘુસી ગયો હતો.

યુવકનો પગ પણ શરીરથી છુટો પડી દૂર ફેંકાઈ ગયો 

ભયાનક માર્ગ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયુ હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકનો પગ પણ શરીરથી છુટો પડી દૂર ફેંકાઈ ગયો હતો..તેના સારવાર માટે માતરથી ખેડા સિવિલ અને ત્યાંથી અમદાવાદ ખસેડાયો જોકે અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.ઘાયલ યુવકને માતર CHC થી ખેડા સિવિલ, અને ખેડા સિવિલ થી અમદાવાદ સિવિલ રિફર કરાયો હતો.

આ સમાચાર શેર કરો