VIDEO: વડોદરામાં બુટલેગર પર જાહેરમાં બે શખ્સોએ છરીના ઘા ઝીંક્યા
વડોદરાના મકરપુરા વિસ્તારમાં બુટલેગર પર જાહેર માર્ગ પર હુમલો કરવામા આવ્યો હતો.મકરપુરા વિસ્તારમાં દારૂના
વડોદરાના મકરપુરા વિસ્તારમાં બુટલેગર પર જાહેર માર્ગ પર હુમલો કરવામા આવ્યો હતો.મકરપુરા વિસ્તારમાં દારૂના કેસમાં તે મારું નામ કેમ લીધું છે, તેમ કહીને બે યુવકે મળીને અન્ય યુવકને પેટ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
યુવક પર થયેલા હુમલાનો વીડિયો પણ સામે આવ્યો
યુવક પર થયેલા હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. મકરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને CCTVની મદદથી તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે, સાત દિવસ અગાઉ મકરપુરા પોલીસ હરિઓમને રિક્ષામાં દારૂ લઇને આવતા ઝડપી પાડયો હતો.
અદાવત રાખીને કર્યો હુમલો
હરિઓમે આ દારૂનો જથ્થો જતીન સહિત અન્યને આપવાનો હોવાનું પોલીસને જણાવતા પોલીસે જતીનને પણ આરોપી દર્શાવી ગુનો દાખલ કર્યો હતો. પોતાનું નામ ખોટી રીતે લખ્યું હોવાની અદાવત રાખીને જતીને જીવલેણ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.






