VIDEO: સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઝડપાવવાનો સિલસલો યથાવત
સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઝડપાવવાનો સિલસલો યથાવત જોવા મળી રહ્યો
સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઝડપાવવાનો સિલસલો યથાવત જોવા મળી રહ્યો છે. રતનપર વોરાના પેટ્રોલ પંપ નજીકથી પોલીસે અનીશ માલાણી નામના યુવકને ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન આરોપી સામે મારામારી અને પ્રોહીબિશન સહિતના સાતથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આરોપી પિસ્તોલ રાખી વિસ્તારમાં ખોફ જમાવવાનો પ્રયાસ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીની કડક પૂછપરછ શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરતું નેટવર્ક બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.S




