મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચના જંબુસરના વડદલા ગામે નવનિર્મિત પંચાયત ભવનના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વડદલા ગામે નવનિર્મિત પંચાયત ભ

તસવીર: gstv

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વડદલા ગામે નવનિર્મિત પંચાયત ભવનના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનો અને જાગૃત નાગરિકોએ કોન્ટ્રાકટર પર હલકી ગુણવત્તાવાળો સામાન વાપરવાનો આરોપ લગાવ્યો છે. ઈંટ, રેતી, સિમેન્ટ અને સરિયાં સહિતના મટેરીયલમાં ગોબાચારી થતી હોવાના દાવા કરવામાં આવ્યા છે. સરકારની 25 લાખ રૂપિયાની ગ્રાન્ટથી બનતા ભવનમાં ભ્રષ્ટાચાર થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. વિરોધ ઉઠતા કોન્ટ્રાકટરના સુપરવાઈઝરે રાતોરાત મટેરીયલ ખસેડી દીધાનો પણ આક્ષેપ થયો છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો