VIDEO: માંગરોળમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મંદિર અને દરગાહ કરાયા દૂર
ગુજરાતના માંગરોળમાં મોડી રાત્રે ધાર્મિક દબાણ હટાવાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે માંગ
ગુજરાતના માંગરોળમાં મોડી રાત્રે ધાર્મિક દબાણ હટાવાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે માંગરોળમાં મોડી રાતે તંત્રએ મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.માંગરોળ પોરબંદર હાઈવે પર આવેલી એક દરગાહ અને એક મામાદેવના મંદિરને તંત્ર દ્વારા નડતરરૂપ ગણાવીને દૂર કરવામાં આવ્યા છે.
દરગાહ અને મંદિર મોડી રાત્રે કરાયા દૂર
આ બંને ધાર્મિક દબાણો રસ્તા પર નડતરરૂપ હોવાથી તાકીદે કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળે છે.ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તે માટે રાતભર સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સમગ્ર ઓપરેશન દરમિયાન રાતભર ખડેપગે રહ્યા હતા.માંગરોળ શહેર અર્ધરાત્રે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.


