મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભરૂચમાં ગેરકાયદે દબાણકર્તાઓ પર તંત્રની લાલ આંખ, અડચણરૂપ વાહનો કરાયા ડિટેઈન

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગો ધ્વારા ભરુચની શ્રવણ ચોકડીથી શક્તિના

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગો ધ્વારા ભરુચની શ્રવણ ચોકડીથી શક્તિનાથ માર્ગના પરના ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. 

ગેરકાયદે દબાણો સામે કરાઇ કાર્યવાહી 

ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યાએ વકરી રહી છે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે શુક્રવારના રોજ ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી મનીષા માવાણી, મામલદાર માધવી મિસ્ત્રી, પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને બૌડા તેમજ આરએનબી, જીએસઆરડીસી ધ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ રોડ પરના બંને બાજુના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને લઇ દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે માર્ગ પર 'નો પાર્કિંગ'માં પાર્ક કરાયેલા વાહનો પણ પોલીસે ડિટેઈન કર્યા હતા.

આ સમાચાર શેર કરો