મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'PM મોદી અમને ઓળખી ગયા, તેમણે નમન કર્યું' , કર્નલ સોફિયા કુરેશીના પિતા

ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે.

ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે.  ઓપરેશન સિંદૂર બાદ PM મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી.

વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી 

PM મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકો દ્વારા આવકારવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. ઠેર ઠેર લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સમગ્ર રોડ શો દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

તેમણે મને નમન કર્યું બાદ મે પણ તેમને આદરપૂર્વક નમન કર્યું

" વડોદરામાં પીએમ મોદીના રોડ શોમાં હાજરી આપ્યા બાદ કર્નલ સોફિયા કુરેશીના પિતા તાજ મોહમ્મદ કુરેશીએ કીધું કે PM મોદી અમને ઓળખી ગયા પછી મને નમન કર્યું. મેં પણ તેમને આદરપૂર્વક નમન કર્યું હતું. PM મોદીએ વડોદરામાં ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 

વડોદરામાં પીએમ મોદીનું સ્વાગત–સન્માન કરવા માટે યોજાયેલી સિંદુર સન્માન યાત્રામાં ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનો જોડાયા હતા. આતંકવાદ સામે ભારતની લડાઇની વિગતો સમગ્ર વિશ્વ સમક્ષ મૂકનારા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ અહીં જોવા મળ્યા હતા. 

આ સમાચાર શેર કરો