VIDEO: સુરતના લસકાણાના સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ કર્યો આપઘાત, જાણો શું છે સમગ્ર મામલો
સુરતના લસકાણા વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં આઘાતજનક
સુરતના લસકાણા વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં આઘાતજનક ઘટના બની છે. સ્વામી પ્રિમદર્શન સ્વામીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કરનાર સ્વામીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ પોલીસને રજૂઆત કરીને કોલ ડિટેલ, મેસેજ, સીસીટીવી ફૂટેજ અને તમામ સંતો તથા ટ્રસ્ટીઓના નિવેદનો લઈ સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. સમિતિએ કોઈ ત્રાસ, ધમકી, બ્લેકમેલ અથવા દબાણને કારણે આપઘાત થયો હોય તો સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અપીલ કરી છે. લસકાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




