મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ સુરેન્દ્રનગરમાં ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ મોત

સુરેન્દ્રનગરના વઢવાણ આંબાવાડી વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં ૩૦ વર્ષીય ગર

સુરેન્દ્રનગરના વઢવાણ આંબાવાડી વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં ૩૦ વર્ષીય ગર્ભવતી મહિલા બિંદુકુમારી પાસવાનનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. ૭ મહિનાનો ગર્ભ ધરાવતી આ મહિલાને પૂરતું પોષણ ન મળવાના કારણે, મોડી રાત્રે અશક્તિ આવતા તબિયત લથડી હતી.

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કરતાં ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પ્રાથમિક આશંકા મુજબ મહિલાનું મોત કુપોષણને કારણે થયું હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનાએ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે.

આંગણવાડીઓ અને તંત્ર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે ચલાવવામાં આવતી પોષણ યોજનાઓ માત્ર ચોપડા પર જ ચાલતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. હાલમાં મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો