મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં કિન્નર સમુદાયની ગાદી મુદ્દે પથ્થરમારો, CCTV અને વાહનોમાં કરી તોડફોડ

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગ

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં  સુરેન્દ્રનગરના સોનપુર રોડ પર કિન્નર સમુદાયની ગાદી મુદ્દે કિન્નરોએ પથ્થરમાર્યો કર્યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ ઘટનામાં 23 કિન્નરોની અટકાયત કરીને તેમને સીટી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

 25 થી વધુ ગાડીઓ લઈ પથ્થરમારો કરવા પહોંચ્યા હોવાનો આરોપ

અમદાવાદ સહિતના જિલ્લાઓના કિન્નરો 25 થી વધુ ગાડીઓ લઈ પથ્થરમારો કરવા પહોંચ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. CCTV કેમેરાને તોડી પાડવામાં આવ્યું હતું અને  વાહનોને પણ નુકસાન પહોચાડ્યું હતું.  

આ સમાચાર શેર કરો