મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શક્તિપીઠ અંબાજી મંદિરને રંગબેરંગી પતંગોથી શણગારાયું, દર્શન માટે ભક્તોનો જમાવડો

બનાસકાંઠા: ઉતરાયણ પર્વ નિમિતે શક્તિપીઠ અંબાજી મંદિરને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યુ છે.

બનાસકાંઠા: ઉતરાયણ પર્વ નિમિતે શક્તિપીઠ અંબાજી મંદિરને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મા અંબાના દરબારને પતંગોના શણગારથી શણગારવામા આવ્યો છે. અલગ અલગ પ્રકારની નાની મોટી પતંગોથીમાં અંબાનું મંદિર શણગારાયું છે. ખેડબ્રહ્માના ભક્તો દ્વારા પતંગોનો શણગાર કરવામાં આવ્યો છે. દરેક પતંગ ઉપર જય અંબે લખવામાં આવ્યું છે. માં અંબાનું મંદિર રંગબેરંગી ફૂલોથી અને પતંગોથી ચમકી રહ્યું છે. ભક્તો દુરદુરથી મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો