VIDEO: અમર ડેરીમાં આયોજીત શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમમાં જોવા મળ્યો જૂથવાદ, 5 ધારાસભ્યો અને એક સાંસદ રહ્યા ગેરહાજર
ગુજરાતના અમરેલીમાં અમર ડેરી શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્ય
ગુજરાતના અમરેલીમાં અમર ડેરી શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જૂથબંધી જોવા મળી હતી. મળતા અહેવાલ પ્રમાણે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાની અધ્યક્ષતામાં મિલ્ક ડે ઉજવાયો હતો. જોકે અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. અમરેલી લોકસભાના સાસંદ ભરત સુતરીયા ગેરહાજર રહ્યા હતા,
જીલ્લા ભાજપના પ્રમુખ સહિતના અમરેલી, લાઠી, સાવરકુંડલા, ધારી અને રાજુલાના ધારાસભ્યો પણ ગેરહાજર
તો બીજી તરફ જીલ્લા ભાજપના પ્રમુખ સહિતના અમરેલી, લાઠી, સાવરકુંડલા, ધારી અને રાજુલાના ધારાસભ્યો પણ ગેરહાજર રહ્યા હતા. પૂર્વ સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી જ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમરેલી ભાજપમાં આંતરીક વિખવાદ ચરમસીમાએ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં ભાજપમાં જૂથબંધી સ્પષ્ટ રીતે દેખાતા રાજકીય ગરમાવો વધ્યો છે.








